ફાંસી પર લટકાવતા પહેલાં ગુનેગારના કાનમાં શું બોલે છે જલ્લાદ? આરોપીને કેમ પુછવામાં આવે છે અંતિમ ઈચ્છા?

આખા દેશમાં શબનમ મામલાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આઝાદ ભારતમાં પહેલીવાર કોઈ મહિલાને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશની મથુરા જેલમાં શબનમ નામની મહિલાને ફાંસી આપવાની છે. શબનમે પોતાના પ્રેમી સલીમ સાથે મળીને પોતાના જ ઘરમાં ખુની ખેલ ખેલ્યો હતો. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, આખરે શું છે શબનમની સમગ્ર ઘટના અને ફાંસી પહેલાં જલ્લાદ ગુનેગારના કાનમાં શું કહે છે તે...

ફાંસી પર લટકાવતા પહેલાં ગુનેગારના કાનમાં શું બોલે છે જલ્લાદ? આરોપીને કેમ પુછવામાં આવે છે અંતિમ ઈચ્છા?

નવી દિલ્લીઃ થોડા સમય પહેલાં આખા દેશમાં શબનમ મામલાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આઝાદ ભારતમાં પહેલીવાર કોઈ મહિલાને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશની મથુરા જેલમાં શબનમ નામની મહિલાને ફાંસી આપવાની છે. શબનમે પોતાના પ્રેમી સલીમ સાથે મળીને પોતાના જ ઘરમાં ખુની ખેલ ખેલ્યો હતો. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, આખરે શું છે શબનમની સમગ્ર ઘટના અને ફાંસી પહેલાં જલ્લાદ ગુનેગારના કાનમાં શું કહે છે તે...

ફાંસી પહેલાં શું થાય છે?
કોઈ પણ ગુનેગારને ફાંસી પર લટકાવતા પહેલાં જલ્લાદ ગુનેગારના વજનનું જ એક પુતળું લટકાવીને ટ્રાયલ કરે છે. અને તે બાદ ફાંસી આપવા માટેની રસ્સીનો ઓર્ડર આપવામાં આવે છે. ગુનેગારના પરિવારજનોને 15 દિવસ પહેલાં જ કહી દેવામાં આવે છે કે, તે છેલ્લીવાર ગુનેગારને મળી શકશે.

ગુનેગારના કાનમાં છેલ્લા શબ્દો શું કહે છે જલ્લાદ?
ફાંસી પહેલાં જલ્લાદ ગુનેગારની પાસે જાય છે અને તેના કાનમાં કહે છે કે, મને માફ કરી દેજે, હું માત્ર સરકારી કર્મચારી છું. કાનૂનના હાથે મજબૂર છું. તે બાદ જો ગુનેગાર હિન્દૂ છે તો જલ્લાદ તેને રામ-રામ કહે છે. અથવા ગુનેગાર મુસ્લિમ હોય તો તેને છેલ્લીવાર સલામ કરે છે. આટલું કહ્યા બાદ જલ્લાદ લીવર ખેંચે છે અને તેને ત્યાં સુધી લટકાવી રખાય છે જ્યાં સુધી તેનો જીવ ન નીકળી જાય. તે બાદ ડોક્ટર ગુનેગારના શ્વાસ ચેક કરે છે. મોતની પુષ્ટિ થઈ ગયા બાદ જરૂરી પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે અને મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવે છે.

ફાંસીના દિવસે શું શું થાય છે?
ફાંસીવાળા દિવસે કેદીને નવડાવવામાં આવે છે અને તેને નવા કપડા આપવામાં આવે છે.
સવારે જેલ સુપ્રીટેન્ડેટની દેખરેખમાં ગાર્ડ કેદીને ફાંસી કક્ષમાં લઈ જાય છે.
જેલ સુપ્રીટેન્ડેટ, મેડિકલ અને મેજિસ્ટ્રેટ અધિકાર હાજર હોય છે.
સુપ્રીટેન્ડેટ ફાંસી પહેલાં મેજિસ્ટ્રેટને જણાવી દે છે કે, કેદીની ઓળખ થઈ ગઈ છે અને ડેથ વોરેન્ટ વાંચીને સંભળાવી દીધુ છે.
ડેથ વોરેન્ટ પર કેદીની સાઈન કરાવવામાં આવે છે.
ફાંસી આપતા પહેલાં કેદીને તેની આખરી ઈચ્છા પુછવામાં આવે છે.
કેદીની તે જ ઈચ્છા પૂરી કરવામાં આવે છે જે જેલ મેન્યુઅલમાં હોય છે.
ફાંસી આપતા સમયે માત્ર જલ્લાદ જ દોષીની સામે હોય છે. 

આ છે શબનમ મામલોઃ
ઉત્તર પ્રદેશના અમરોહા જનપદના બાવનખેડી ગામમાં રહેતી શબનમે પોતાના પ્રેમી સલીમ સાથે મળીને કુલ 7 લોકોની હત્યા કરી નાખી હતી. 14-15 એપ્રિલ 2008ની રાતે તેને પોતાના જ ઘરમાં ખુની ખેલ ખેલ્યો હતો. તેને પોતાના માતા-પિતા, બે ભાઈ, એક ભાભી, માસીની છોકરી અને માસૂમ ભત્રીજાની કુલ્હાડી મારીને હત્યા કરી નાખી હતી. જે ભાભીને શબનમે મારી તે પણ ભાભી ગર્ભવતી હતી. આ ઘટના બાદ શબનમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news